હારીજમાં નકલી ડૉક્ટર ઝડપાયો, મેડિકલ ડિગ્રી વિના ચલાવતો હતો દવાખાનું
પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અસલાડી ગામે રહેતા ટીનાજી ઉર્ફે કટો ગણાજી સોમાજી ઠાકોર (ઉ. 32) નામના નકલી ડૉક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી કોઈપણ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના કાઠી ગામે દવાખાનું ચલાવતો હતો અને લોકોને
હારીજમાં નકલી ડૉક્ટર ઝડપાયો, મેડિકલ ડિગ્રી વિના ચલાવતો હતો દવાખાનું


પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અસલાડી ગામે રહેતા ટીનાજી ઉર્ફે કટો ગણાજી સોમાજી ઠાકોર (ઉ. 32) નામના નકલી ડૉક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી કોઈપણ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના કાઠી ગામે દવાખાનું ચલાવતો હતો અને લોકોને સારવાર આપી રહ્યો હતો, જે કાયદેસર ગુનો છે.

આ નકલી ડૉક્ટર બીમાર દર્દીઓને તપાસીને તેમને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનો આપતો હતો. વિક્રમજી સંગ્રામજી ઠાકોરના મકાનમાં દવાખાનું ચલાવી, પોતાને ડૉક્ટર તરીકે ઓળખાવતો હતો. આમ તે લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ભર્યું વર્તન કરતો હતો. પોલીસે તેની પાસેથી ₹9801.80 ની કિંમતના એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ગુનો નોંધાઈ, કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande