તા.૧/૪/૨૫ થી તા.૩૧/૫/૨૫ સુધીમાં ડુંગળીનું વેચાણ કરેલ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૦૦ સહાય ચૂકવાશે
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. જે ખેડૂતોએ રાજ્યની કોઈપણ એ.પી.એમ.સી.માં તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ ન
ડુંગળી પ્રતીકાત્મક તસવીર


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. જે ખેડૂતોએ રાજ્યની કોઈપણ એ.પી.એમ.સી.માં તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ ના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલ હોય, તેમને આ સહાય મળવાપાત્ર છે. આ સમયગાળા દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા મળેલ હોવાથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૦૦ લેખે સહાય આપવામાં આવશે, જે મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી, એટલે કે, મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની મળવાપાત્ર રહેશે.

આથી, જામનગર જિલ્લાના જે ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલી છે, તેમણે તાત્કાલિક ધોરણે રૂબરૂમાં અરજી સાથે જરૂરી સાધનિક કાગળો/દસ્તાવેજો – જેમાં ૭/૧૨ અને ૮-અ/વન અધિકાર પત્ર (સનદ), તલાટી કમ મંત્રીનો ડુંગળીના વાવેતર અંગેનો દાખલો, એ.પી.એમ.સી.નો ગેટ એન્ટ્રીનો પુરાવો અને બિલ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ – સામેલ રાખીને નાયબ બાગાયતની કચેરી, રૂમ નં-૪૮, જિલ્લા સેવા સદન-૪, રાજ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧ ખાતે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande