પાટણ જિલ્લામાં ₹51 લાખના વિદેશી દારૂનો નાશ
પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લામાં નામદાર કોર્ટના આદેશ અનુસાર આજે રૂ. 51 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ કાયદેસર કાર્યવાહી સિદ્ધપુર નજીક આવેલા સુજાનપુર હેલીપેડ પર બુલડોઝર ફેરવીને અમલમાં મૂકી હતી. દારૂના બોક્સ પર બુલડો
પાટણ જિલ્લામાં ₹51 લાખના વિદેશી દારૂનો નાશ


પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લામાં નામદાર કોર્ટના આદેશ અનુસાર આજે રૂ. 51 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ કાયદેસર કાર્યવાહી સિદ્ધપુર નજીક આવેલા સુજાનપુર હેલીપેડ પર બુલડોઝર ફેરવીને અમલમાં મૂકી હતી. દારૂના બોક્સ પર બુલડોઝર ચલાવી સમગ્ર જથ્થો નષ્ટ કરવામાં આવ્યો.

આ વિદેશી દારૂનો જથ્થો પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, સમી અને પાટણ બી ડિવિઝન પોલીસ મથકો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયો હતો. કોર્ટના આદેશ મુજબ દારૂને નષ્ટ કરવા માટે સુજાનપુર હેલીપેડ ખાતે લાવવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા સિદ્ધપુર અને રાધનપુરના ડીવાયએસપી અધિકારીઓની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી. દારૂ નાશની કામગીરી દરમિયાન પાટણ, હારીજ, સમી અને ચાણસ્માના મામલતદારો સહિત અન્ય સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા પોલીસે રાજ્યમાં દારૂબંધી કાયદાનું કડક પાલન થાય તે માટે પગલાં લેવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande