લંડન, નવી દિલ્હી,26 સપ્ટેમ્બર (હિ.સ.) ભૂતપૂર્વ આર્સેનલ
એકેડેમી ખેલાડી બિલી વિગરનું ઇંગ્લેન્ડના નોન-લીગ પ્રીમિયર ડિવિઝનમાં, રમતી વખતે
અવસાન થયું છે. તેઓ માત્ર 21 વર્ષના હતા.
ચિચેસ્ટર સિટી એફસીએ ગુરુવારે, તેમના મૃત્યુની પુષ્ટિ કરી.
ઇંગ્લિશ ફૂટબોલ એસોસિએશન (એફએ) એ પણ ઊંડા શોક વ્યક્ત કરતા કહ્યું, બિલી વિગરના
અવસાનથી અમને ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને
ચિચેસ્ટર સિટી એફસીના દરેક વ્યક્તિ સાથે છે.
આર્સેનલ એફસીએ પણ શોક વ્યક્ત કર્યો, લખ્યું, અમારા ભૂતપૂર્વ
એકેડેમી ખેલાડી બિલી વિગરના અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક અને દુઃખદ છે.
બિલી વિગર કોણ હતા?
ફોરવર્ડ વિગર 2017 માં, આર્સેનલની એકેડેમીમાં જોડાયા અને 2022 માં વ્યાવસાયિક
કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમને શક્તિશાળી અને બહુમુખી ફોરવર્ડ તરીકે
વર્ણવવામાં આવ્યા. તેમણે ડર્બી કાઉન્ટી માટે લોન પર પણ રમ્યા અને તાજેતરમાં
ચિચેસ્ટર સિટી માટે સક્રિય ખેલાડી હતા.
અકસ્માત કેવી રીતે થયો?
ગયા શનિવારે, વિગર વિંગેટ અને ફિન્ચલી એફસી સામે રમી રહ્યો હતો. તે
સાઈડલાઈન દિવાલ સાથે અથડાયો, જેના કારણે તેને મગજમાં ગંભીર ઈજા થઈ અને તે કોમામાં સરી
પડ્યો.
તેના પરિવાર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવારે તેની
સર્જરી કરવામાં આવી હતી, જેનાથી થોડી
સુધારણાની આશા હતી, પરંતુ ઈજા એટલી
ગંભીર હતી કે ગુરુવારે (25મી) સવારે તેનું
અવસાન થયું.
ફૂટબોલ જગતમાં શોક છે-
આ અકસ્માત બાદ, શનિવારે લુઇસ સામે ચિચેસ્ટરની મેચ મુલતવી રાખવામાં આવી છે.
આ સપ્તાહના અંતે બધી મેચો પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે, અને ખેલાડીઓ કાળી
પટ્ટી પહેરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ