જામનગરના પૂર્વ રાજ્યમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીનું દિલ્હીમાં સન્માન : કિરોડીમલ કોલેજના ગવર્નિંગ બોર્ડના ચેરપર્સન તરીકે નિમણૂક
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન કિરોડીમલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત સમારંભમાં એક મહત્વપૂર્ણ નિમણૂક થઈ છે. જામનગર દક્ષિણના ત્રણ વખતના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની કોલેજના
પ્રો. વસુબેન ત્રિવેદીનું સન્માન


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન કિરોડીમલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત સમારંભમાં એક મહત્વપૂર્ણ નિમણૂક થઈ છે. જામનગર દક્ષિણના ત્રણ વખતના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની કોલેજના ગવર્નિંગ બોર્ડના ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કાર્યક્રમમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રો. વસુબેનની સમાજસેવાની કામગીરીને બિરદાવી હતી. પ્રો.વસુબેને વિદ્યાર્થીઓને કોલેજને સરસ્વતીનું મંદિર સમજી અભ્યાસને આરાધના તરીકે લેવાનો સંદેશ આપ્યો હતો.પ્રો. વસુબેન ત્રિવેદી શિક્ષણ, સામાજિક સેવા અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમણે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને શૈક્ષણિક સિદ્ધિઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમનું માનવું છે કે શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી, પરંતુ નૈતિક અને વ્યાવહારિક કૌશલ્ય વિકસાવવાનું માધ્યમ છે.ભારતની પ્રથમ ચાર ક્રમાંકિત કોલેજોમાં સ્થાન ધરાવતી કિરોડીમલ કોલેજમાં પ્રો. વસુબેનની નિમણૂક એ કોલેજ માટે નવા અધ્યાયની શરૂઆત છે. ગવર્નિંગ બોર્ડના ચેરપર્સન તરીકે તેમનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક ગુણવત્તા વધારવી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવાનો રહેશે.પ્રો.વસુબેન ત્રિવેદી તેમની વિશિષ્ટ શિક્ષણદૃષ્ટિ અને અનુભવે આ કોલેજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બનાવવા માટે નવા અભિગમ લાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, “વિધાર્થી માત્ર શિક્ષણ ન પ્રાપ્ત કરે, પરંતુ તેમના જીવન અને સમાજમાં યથાર્થ બદલાવ લાવી શકે તે માટે આયોજન કરવું છે.”આ સન્માન સમારોહ દિલ્હીમાં યોજાયો હતો, જ્યાં પ્રો.વસુબેન ત્રિવેદીને તેમની શૈક્ષણિક, રાજકીય અને સામાજિક સેવાઓ માટે પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના શૈક્ષણિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જાણીતા શિક્ષકમંડળ અને વૈશ્વિક શૈક્ષણિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કહ્યું ગયું કે પ્રો.ત્રિવેદી માત્ર રાજકીય ક્ષેત્રમાં નહીં, પરંતુ ભારતીય શિક્ષણ પદ્ધતિને નવી દિશા આપવા માટે પણ પ્રેરક છે. તેમના વિચારો અને માર્ગદર્શન દ્વારા વિધાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ જીવનશૈલી, વ્યવહાર અને નૈતિક મૂલ્યોમાં પણ માર્ગદર્શન મળશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande