જામનગર ઉદ્યોગમાંથી GSTએ પકડેલા બ્રાસ સ્ક્રેપ પ્રકરણમાં 30 લાખથી વધુ દંડ
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરના દરેડ જીઆઇડીસી નજીક સાંઢીયા પુલ પાસેથી સ્ટેટ જીએસટી વિભાગની ચેકીંગ ટીમે આકસ્મિક તપાસણીમાં અડધો ડઝનથી વધુ છકડા રીક્ષા સહિત આઠ વાહનોમાં શંકાસ્પદ 3600 કિલો બ્રાસ સ્ક્રેપનો માલ સ્થગિત કર્યો હતો જે પ્રકરણમાં સ્ટેટ જીએસ
જીએસટી પ્રતીકાત્મક તસવીર


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરના દરેડ જીઆઇડીસી નજીક સાંઢીયા પુલ પાસેથી સ્ટેટ જીએસટી વિભાગની ચેકીંગ ટીમે આકસ્મિક તપાસણીમાં અડધો ડઝનથી વધુ છકડા રીક્ષા સહિત આઠ વાહનોમાં શંકાસ્પદ 3600 કિલો બ્રાસ સ્ક્રેપનો માલ સ્થગિત કર્યો હતો જે પ્રકરણમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સંબંધિત કારખાનેદારોને લગભગ 30 લાખથી વધુ દંડની વસુલાત કરવામાં આવી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. ચેકીંગ ટીમે જપ્ત કરેલા વાહનોમાં સ્ક્રેપના કાયદા મુજબ ડીલેવરી ચલણ ન હોવાનુ તપાસમાં ખુલતા દંડાત્મક વસુલાત કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે.

શહેરની ભાગોળે દરેડ જીઆઇડીસી નજીક સાંઢીયા પુલ પાસે લગભગ એક સપ્તાહ પુર્વે સ્ટેટ જીએસટી વિભાગની ખાસ ટીમ દ્વારા મોડી સાંજે આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી જે ચેકીંગ દરમિ્યાન જીએસટી ટીમે લગભગ સાત છકડા રીક્ષા સહિત આઠ વાહનોની તપાસણી કરી હતી જે દરમિયાન ક્ષતિઓ મુદદે પીત્તળનો સામાન ભરેલા ઉકત વાહનોમાં ભરેલો જથ્થો લાલ બંગલાની સ્થાનિક કચેરી ખાતે ખસેડાયો હતો.જેમાં જીએસટી વિભાગે જુદા જુદા વાહનોમાં ભરેલો અંદાજીત 3600 કિલો જેટલો પીતળનો માલસામાન પણ બીલ વગરનો જણાતા શંકાસ્પદ ગણી કબજે કર્યો હતો. જે વેળાએ જીએસટી વિભાગ દ્વારા 136 ટકા પેનલ્ટી જેટલી કાર્યવાહીના પગલે સ્થાનિક ઉધોગકારો કચેરીએ દોડી ગયા હતા અને રજુઆતો કરી હતી.જીએસટી વિભાગની તપાસમાં જપ્ત તમામ વાહનોમાં બ્રાસ સ્ક્રેપ ભર્યો હોવાનુ ખુલ્યાનુ સામે આવ્યુ હતુ. જેમાં ડીલેવરી ચલણ ન હોવાનુ સામે આવ્યુ હતુ. આથી જીએસટી વિભાગ દ્વારા સંબંધિત વાહનોમાં ભરેલા બ્રાસ સ્ક્રેપના કુલ લગભગ ત્રીસ લાખથી વધુનો દંડ વસુલ કરી વાહનો મુકત કરાયા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande