ગાંધીનગર કલ્ચરલના ગરબા: ચોથા દિવસે, ખેલૈયાઓએ ભારે રંગ જમાવ્યો
ગાંધીનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ચોથા દિવસે ખેલૈયાઓએ ભારે રંગ જમાવ્યો હતો. ઉત્તર ગુજરાતના લોકપ્રિય ગાયિકા અભિતા પટેલ અને સાથી કલાકારોએ ગુજરાતી પ્રાચીન પરંપરાગત ગરબાને ગામઠી સ્વરે મઢીને ધૂમ‌ મચાવી હતી. ખેલૈયાઓ એક પળનો
ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર કલ્ચરલના ગરબા


ગાંધીનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ચોથા દિવસે ખેલૈયાઓએ ભારે રંગ જમાવ્યો હતો. ઉત્તર ગુજરાતના લોકપ્રિય ગાયિકા અભિતા પટેલ અને સાથી કલાકારોએ ગુજરાતી પ્રાચીન પરંપરાગત ગરબાને ગામઠી સ્વરે મઢીને ધૂમ‌ મચાવી હતી.

ખેલૈયાઓ એક પળનો પણ વિલંબ દાખવ્યા વિના ગરબામાં જોડાઈ જઈને નવરાત્રીની હરપળે માણી રહ્યા છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ' માં ને અરજ, આપણા નગરની ' ના ભાવ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. નગર અને નગરજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande