ગીર સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ સુત્રાપાડા તાલુકા તા. 26/09/2025 ના રોજ સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે જી.એચ.સી.એલ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે) કોડીનારના સંયુક્ત આયોજન હેઠળ ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં કુલ 45 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, જીવામૃત–ઘનજીવામૃત, દસપરણી અર્ક બનાવવાની રીતો, દેશી ખાતર-જંતુનાશકનો ઉપયોગ તથા પશુપાલન સાથે સંકલિત ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત GHCL Foundation દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રકારના ખાતર, જૈવિક દવાઓ,બિયારણો વગેરે વિચે માહિતી આપવામાં આવી.તેમજ શિયાળામાં વાવેતર કરવામાં આવતા પાકો જેવાકે ઘઉં,બાજરી,ચણા,ધાણા વગેરે પાકોના બિયારણો વિચે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમથી ખેડૂતોને ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ અને આરોગ્યપ્રદ ખેતી માટે પ્રેરણા મળી.આ તાલીમમાં જી.એચ.સી.એલ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(કે.વી.કે)કોડીનાર ના સ્ટાફે હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ