કોડીનાર શહેરમાં પેચવર્કની કામગીરી કરાઈ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા દુરસ્તીકરણની કામગીરી હાથ ધરાઈ
સોમનાથ,26 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ નાગરિકોને સુરક્ષિત માર્ગ સુવિધા મળી રહે તે હેતુસર ગીર સોમનાથ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા તાત્કાલિક પગલાં ભરીને દુરસ્તીકરણની કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા કોડીનાર શહેરમાંથી
પેચવર્કની કામગીરી


સોમનાથ,26 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ નાગરિકોને સુરક્ષિત માર્ગ સુવિધા મળી રહે તે હેતુસર ગીર સોમનાથ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા તાત્કાલિક પગલાં ભરીને દુરસ્તીકરણની કામગીરી હાથ ધરાઈ છે.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા કોડીનાર શહેરમાંથી પસાર થતાં અને વેરાવળ-કોડીનાર-ઉનાને જોડતા મુખ્ય માર્ગ પર ડામર દ્વારા પેચવર્ક કામગીરી કરવામાં આવી હતી.આગામી દિવસોમાં જિલ્લામાં અન્ય અસરગ્રસ્ત માર્ગો પર પણ તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande