સોમનાથ,26 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા કારડીયા રાજપૂત સમાજ જાદવ પરિવાર નાં કુળદેવી ભવાની માતાજી નો યજ્ઞ (હવન) યોજાશે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ કારડીયા રાજપૂત સમાજ જાદવ પરિવાર નાં કુળદેવી ભવાની માતાજી નો યજ્ઞ (હવન) પ્રશ્નાવડા ખાતે આસો સુદ નોમ ને બુધવારે તારીખ:-૦૧/૧૦/૨૦૨૫ નાં રોજ સવારે ૮:૦૦ વાગ્યે યજ્ઞ નો પ્રારંભ થશે અને બપોર નાં ૧૨:૦૦ વાગ્યે યજ્ઞની પુર્ણાહુતી રાખેલ છે અને વિજયાદશમી હમડી પુજન પણ બુધવાર નાં દિવસે સાંજે ૮:૦૦ વાગ્યે રાખેલ છે તો બહાર ગામ રહેતાં જાદવ પરિવાર નાં બધાં અને ગામ નાં બધાં પરિવારો એ યજ્ઞ (હવન) માં પધારવા ભવાની મંદિર સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ