ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વહેલી સવારે ઉના તાલુકામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
વહીવટી તંત્ર દ્વારા ઉના તાલુકામાં અલગ અલગ વિસ્તારો જેવા કે સેજલીયા, ખડા, કાળાપાણમાં સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન કુલ ૦૭ વાહનને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત કરી નિયમો અનુસાર રૂ.૩.૨૯ લાખની દંડની વસૂલાત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ