ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર નગરપાલિકા દ્વારા “સ્વચ્છોત્સવ ૨૦૨૫” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ જ ઉપક્રમે ‘એક પેડ મા કે નામ’ હેઠળ નક્ષત્રવનમાં વૃક્ષારોપણ કરી અને પર્યાવણ સંવર્ધનનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ તકે, પ્રખ્યાત ગાયક ગગન જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વહસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ એ માનવજીવન માટે અતિ અગત્યનું પાસું છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની અને પ્રત્યેક નાગરિકને એક વૃક્ષ અચૂક વાવવા માટે ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.
“એક નાગરિક – એક વૃક્ષ” ના સંકલ્પ સાથે સૌને પોતાના નામે એક વૃક્ષ વાવવા અને તેનું સંવર્ધન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ રીતે નગરપાલિકાના આ પ્રયાસથી શહેરમાં સ્વચ્છતા અને હરિયાળી બંનેનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ