સરકારી શાળાની વિદ્યાર્થિનીઓએ લીધી જામનગર જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની સરકારી શાળા નં.૫૫ ની વિદ્યાર્થિનીઓએ કલેકટર કચેરીની મુલાકાત દરમિયાન સ્વચ્છોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતાં. કલેકટર કેતન ઠક્કરે વિદ્યાર્થિનીઓ સાથેના સંવાદમાં શાળા સ્વચ્છ રાખવા તથા ચાલુ અભ્યાસે શા
કલેક્ટર કચેરી મુલાકાત


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની સરકારી શાળા નં.૫૫ ની વિદ્યાર્થિનીઓએ કલેકટર કચેરીની મુલાકાત દરમિયાન સ્વચ્છોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતાં. કલેકટર કેતન ઠક્કરે વિદ્યાર્થિનીઓ સાથેના સંવાદમાં શાળા સ્વચ્છ રાખવા તથા ચાલુ અભ્યાસે શાળા ન છોડવા અંગે સૂચન કર્યુ હતું.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ સરકારી શાળા નં.૫૫ની બાલવાટિકાથી ધો.૮ની વિદ્યાર્થીનીઓએ કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જિલ્લા કલેકટર કેતન ઠક્કરે તમામ વિદ્યાર્થિનીઓનું અભિવાદન કરી તેમની સાથે સંવાદ કર્યો હતો. તેઓએ વિદ્યાર્થિનીઓ સાથે કારકિર્દીલક્ષી ચર્ચા કરી હતી તેમજ દેશના આદર્શ નાગરિક બનવા, દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપવા તેમજ જીવનમાં અભ્યાસનું મહત્ત્વ શું છે તે સમજાવ્યું હતું. ઉપરાંત ચાલુ અભ્યાસે વિદ્યાર્થિનીઓને શાળા ન છોડવા જણાવ્યું હતું.

તે પછી કલેકટરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થિનીઓએ સ્વચ્છોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રાખવા અંગે શપથ લીધા હતા. તથા કલેકટરે પણ વિદ્યાર્થિનીઓને શાળા, ઘર તથા આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવા, ભીનો અને સુકો કચરો અલગ રાખવા, પર્યાવરણનું પ્રદુષણ ઘટાડવાના વિષય પર ચર્ચા કરી હતી. તે તછી વિદ્યાર્થિનીઓએ જિલ્લા વહીવટી તંત્ર તથા કલેકટર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લઇ કામગીરીઓની માહિતી મેળવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બનાવેલા શુભેચ્છા કાર્ડ કલેકટરને અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ, આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહૃાા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande