જામનગર તાલુકાના ધુવાવમાં સરકારી હોમિયોપેથીક દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુવાવ ગામે સરકારી હોમિયોપેથીક દવાખાનાના નવા નિર્માણ થનાર મકાનનું જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આયુર્વેદિક દવાખાનું ખાતમુહૂર્ત


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુવાવ ગામે સરકારી હોમિયોપેથીક દવાખાનાના નવા નિર્માણ થનાર મકાનનું જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

​આ નવું મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધીન ગ્રાન્ટમાંથી બનનાર છે. જેનાથી ધુવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આયુષ આધારિત સસ્તી અને અસરકારક હોમિયોપેથીક સારવાર વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.

​આ પ્રસંગે હસમુખભાઈ કણજારીયા, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત જામનગર, સામાજિક આગેવાન ગલાભાઈ ગરસર, ધુવાવ ગામના સરપંચ કાનભાઈ, તલાટી મંત્રી પ્રફુલભાઈ ચૌહાણ અને હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો.ધ્વનિ ગામીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર હિરેન ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને દેખરેખ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande