મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા તાલુકાના મગણા ગામના છપાલસિંહ મહેન્દ્રસિંહ હાલમાં વિસનપુરા ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેમને વિસનપુરા સહિત મહેસાણા તાલુકાના વિવિધ ગામોમાં અને ખેડુતોના ખેતરોમાં સર્વેયર તરીકેનું કાર્ય સોંપવામાં આવ્યું છે. આ ફરજ બજાવતા તેઓ નિયમિત રીતે ગ્રામ વિકાસ અને પાણી પત્રક સર્વે જેવા કામમાં વ્યસ્ત રહેતા હોય છે.
માહિતી મુજબ, 23 સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાના કાકાના દીકરાની લગ્નપ્રસંગની લાઈને છપાલસિંહ પોતાના ભાઈને સાથે લઈ ઉચરણી ગામે પાણી પત્રક સર્વેના કાર્ય માટે ગયેલા. તે દરમિયાન કાકાના દીકરા અલ્પેશસિંહ ચૌધરી દિનેશભાઈ શંકરભાઈના ખેતરમાં હાજર હતા. ત્યાં હાજર દિનેશભાઈએ અલ્પેશસિંહને પ્રશ્ન કર્યો કે, “તું કેમ મારા ખેતરમાં આવ્યો છે?” આ મુદ્દે ઉગ્ર બોલાચાલી સર્જાઈ.
દિનેશભાઈએ અલ્પેશસિંહને થપ્પડ મારી અને તેમનાં કામને લઈને વાંધો ઉઠાવ્યો. સાથે જ “મારા ખેતરમાં ફરી ક્યારેય આવીને કામ ન કરવું” તેવી ધમકી આપી. આ બનાવમાં કચેરીમાં કાર્યરત છપાલસિંહે જણાવ્યા મુજબ તેઓ પોતાનું કામ વિસનપુરા ગામમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સત્તાવાર રીતે કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ નથી.
છપાલસિંહે વધુમાં જણાવ્યું કે, આજ સુધી તેમને દિનેશભાઈ તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ ખેતરમાં આકસ્મિક રીતે થયેલી મારપીટ અને ધમકીઓથી તેઓ અને તેમનો પરિવાર પરેશાન છે. છપાલસિંહે સત્તાવાળાઓને આ બનાવની નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવા આહ્વાન કર્યું છે.
આ બનાવ બાદ ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને ગામલોકો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ગામજનોનું કહેવું છે કે સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ સાથે આવો વ્યવહાર કરવો યોગ્ય નથી. હવે જોવાનું રહેશે કે તાલુકા તંત્ર આ બનાવમાં શું પગલાં ભરે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR