અમેરિકા સાથે વેપાર કરાર ઝડપથી પૂર્ણ કરવા માટે, વાટાઘાટો ચાલુ રાખવાનો નિર્ણય
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પિયુષ ગોયલના નેતૃત્વમાં અમેરિકા ગયેલા પ્રતિનિધિમંડળે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) ના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બંને પક્ષોએ પરસ્પર લાભદાયી કરારને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચ
પીયુષ


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પિયુષ ગોયલના નેતૃત્વમાં અમેરિકા ગયેલા

પ્રતિનિધિમંડળે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) ના વિવિધ પાસાઓ

પર ચર્ચા કરી. બંને પક્ષોએ પરસ્પર લાભદાયી કરારને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા માટે

ચર્ચા ચાલુ રાખવાનો નિર્ણય લીધો. જોકે, આ કરાર ક્યારે થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં

જણાવ્યું હતું કે,” પીયુષ ગોયલના નેતૃત્વમાં અમેરિકા ગયેલું ભારતીય પ્રતિનિધિમંડળ

ત્રણ દિવસની મુલાકાત પછી 24 સપ્ટેમ્બરના રોજ

સ્વદેશ પરત ફર્યું હતું. ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે બંને દેશો વચ્ચે

દ્વિપક્ષીય વેપાર કરારો અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ઘણી ઉપયોગી

ચર્ચાઓ કરી હતી.”

મંત્રાલયે જણાવ્યું હતું કે,” આ ચર્ચાઓ દરમિયાન, બંને પક્ષોએ

પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) ને, પરસ્પર લાભદાયી બનાવવા માટે વાટાઘાટો ચાલુ રાખવાનો

નિર્ણય લીધો હતો.”

મંત્રાલયે જણાવ્યું હતું કે,” કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ

યુનાઇટેડ સ્ટેટ્સના વેપાર પ્રતિનિધિ, રાજદૂત જેમીસન ગ્રીર અને ભારતમાં આવનારા યુએસ રાજદૂત, સર્જિયો ગોર સાથે

બેઠકો યોજી હતી. દ્વિપક્ષીય વેપાર બાબતો પર યુએસ સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકો

ઉપરાંત, પ્રતિનિધિમંડળે

ભારત અને યુએસ વચ્ચે અગ્રણી યુએસ-સ્થિત વ્યવસાયો અને રોકાણકારો સાથે વેપાર અને

રોકાણને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરી.”

યુએસની મુલાકાત દરમિયાન, ઉચ્ચ-સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે કરારના વિવિધ પાસાઓ પર

યુએસ સરકાર સાથે સકારાત્મક બેઠકો કરી. બંને પક્ષોએ કરારના સંભવિત માળખા પર

મંતવ્યોનું, આદાન-પ્રદાન કર્યું અને ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક વેપાર કરાર

પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા.

વધુમાં, આ સમયગાળા દરમિયાન વ્યવસાયો અને રોકાણકારો સાથેની બેઠકોને

સકારાત્મક પ્રતિસાદ મળ્યો. વ્યાપાર નેતાઓએ ભારતની વૃદ્ધિ વાર્તામાં વિશ્વાસ વ્યક્ત

કર્યો અને ભારતમાં તેમની વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ આપવાની ઇચ્છા વ્યક્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande