જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના એક સભ્ય સામે મહત્વનો ચુકાદો આવ્યો છે. સભ્ય વિશાલ પ્રાગડાએ સોસાયટીમાંથી લીધેલી લોન ભરપાઈ કરવા માટે આપેલો ચેક રિટર્ન થયો હતો.
સોસાયટીએ કાયદેસરની નોટિસ આપ્યા છતાં લેણી રકમ ન ભરતા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમન્સ મળતા આરોપી કોર્ટમાં હાજર થયો હતો.કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરિયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલો ધ્યાનમાં લીધા બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા અને રૂ.1,04,419નો દંડ ફટકાર્યો છે. આરોપીની ગેરહાજરીને કારણે કોર્ટે વોરંટ જારી કરવાનો પણ આદેશ આપ્યો છે.આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ મિતેષભાઈ એલ. પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા અને જયદીપસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt