ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી
જુનાગઢ,26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ આ યોજના હેઠળ રૂપિયા 170000 ની સહાય મળવાપાત્ર થશે જૂનાગઢ તારીખ, ૨૫ ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂપિયા 170000ની સહાય અમલમાં છે. આ સહાય મેળવવા માંગતા જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઓનલાઇન અરજી esamajk
ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી


જુનાગઢ,26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ આ યોજના હેઠળ રૂપિયા 170000 ની સહાય મળવાપાત્ર થશે

જૂનાગઢ તારીખ, ૨૫ ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂપિયા 170000ની સહાય અમલમાં છે. આ સહાય મેળવવા માંગતા જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઓનલાઇન અરજી esamajkalyan.gov.in પોર્ટલ પર કરવાની રહેશે.

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મારફત અને અનુસૂચિત જાતિના ઘરવિહોણા જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપુળાનું, કુબા પ્રકારનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા જે વ્યક્તિના નામે હાલમાં ભોયતળિયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન માલિકીની સંમતિથી હાલના મકાનનું માળખા પર બીજો માળ બનાવવા માટે સક્ષમ છે તે મુજબનુ અધિકૃત ઈજનેરનું પ્રમાણપત્ર રજૂ કરી અરજી કરવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande