જુનાગઢ 26 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં શ્રમદાન દિવસ એક કલાક, એક દિવસ અને એક સાથે ઘારાસભ્ય દેવાભાઇ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઇ ગોંડલીયા સહિતના શ્રમદાન કામગીરીમા સહભાગી બન્યા હતા.
શહેરના જલારામ મંદિર આસપાસના તમામ વિસ્તારોમાં સફાઇ કરવામાં આવી હતી. સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતની ગાઇડ લાઇન મુજબ ગાંઘીનગરથી મહેશકુમાર ચૌઘરી – વાઇસ પ્રેસીડન્ટ (પ્રોજેકટ) ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા રૂબરૂ કામગીરીનુ સ્થળ નિરીક્ષણ કરી નગરપાલિકાની કામગીરીથી પ્રભાવિત થયા હતા. અને સફાઇ મિત્ર સુરક્ષા શિબિર યોજવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફીસ કેશેાદના સહયોગથી અર્બન હેલ્થ સેન્ટર કેશોદ ટીમ દ્વારા કામદારોની આરોગ્યની તપાસણી કરી સાથે પ્રઘાનમંત્રી આયુષ્યમાન યોજના અન્વયે કાર્ડ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા. અને બહોળી સંખ્યામાં સફાઇ કામદાર ભાઇઓ-બહેનોએ લાભ લીઘો હતો. તેમજ તમામ સેનીટેશન અને ભુગર્ભ ગટર સફાઇ કામદારોને વિષયલક્ષી તાલીમ પણ આપવામા આવી હતી.
આ કાર્યક્રમમાં ચીફ ઓફિસરમુકેશભાઇ વાઘેલા, નગરપાલિકાના સદસ્યઓ, નગરપાલિકા તમામ સ્ટાફ, ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા ટીમ તથા શહેરમાં આવેલ જુદી-જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ, નાગરિકો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ