જૂનાગઢ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહાનગરપાલિકા જૂનાગઢના ઉપક્રમે પ્રોજેક્ટ “પાપા પગલી” અંતર્ગત ભૂલકા મેળો તેમજ શ્રેષ્ઠ મુખ્યસેવિકા તથા શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્રના કાર્યકર તેમજ હેલ્પર બહેનોનો માતા યશોદા એવોર્ડ વર્ષ 2022-23 તેમજ ટી. એચ. આર. તેમજ મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વાનગીઓનો પોષણ ઉત્સવ વર્ષ - 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ લોકો ટી.એલ.એમ.નું પ્રદર્શન તેમજ ટી.એચ.આર. માંથી બનતી વિવિધ અને સ્વાદિષ્ટ વાનગીઓનું પણ નિદર્શન પણ યોજાયુ હતુ. ભૂલકા મેળા કાર્યક્રમના અનુસંધાને આંગણવાડી કેન્દ્રના નાના બાળકો દ્વારા બાળગીતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો તથા તેઓના વાલીઓને પોષણ વિશે સમજ, જ્ઞાન સાથે ગમ્મત અને સરકારની વિવિધ યોજનાઓના લાભો વિષે લોકોને અવગત કરાવવાનું છે. જે અંગે ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રસંગોચિત ઉત્બોધન આપવામાં આવ્યુ હતુ.
તેમજ તમામ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ આંગણવાડીના બાળકો અને આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનોને શ્રેષ્ઠ ટી.એલ.એમ. શ્રેષ્ઠ કૃતિઓને પણ વિવિધ પુરસ્કારો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ અજવાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન ચેતના ચુડાસમા તેમજ જૂનાગઢ શહેરી વિસ્તારના કોર્પોરેટરઓ ઉપસ્થિત રહયા હતા.
આ સમગ્ર કાર્યક્રમ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર ચેતન સોજીત્રા અને જિલ્લા તથા ઘટક જૂનાગઢ-1 ની ટીમ દ્વારા સફળતા પૂર્વક આયોજન કરાયુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ