બાંટવા નગરપલિકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવાના સહયોગથી સફાઇ કામદારોનું મેડીકલ ચેકઅપ કરવામા આવ્યુ
સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ” અભિયાન- ૨૦૨૫ અંતર્ગત સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેનું અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાંટવા નગરપલિકા દ્વારા પ્રાથમિક આ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવાના


સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.)

જૂનાગઢ સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ” અભિયાન- ૨૦૨૫ અંતર્ગત સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેનું અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાંટવા નગરપલિકા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવાના સહયોગથી સેનીટેશન શાખામા કાર્યરત તમામ સફાઇ કામદારો માટે મેડીકલ ચેકઅપ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા તમામ સફાઇ કામદારોનુ મેડીકલ ચેકઅપ કરવામા આવ્યુ હતુ અને જરૂરી દવાઓ આપવામા આવી હતી. આ ઉપરાંત સરકારની જુદી જુદી યોજનાઓ PM SVANIDHI, આયુષ્યમાન કાર્ડ, જનધન યોજના વગેરેના લાભો આપવામા આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande