જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ 26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીએ જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરએ વિવિધ વિભાગના પ્રશ્નો અને અરજદારોને વાચા આપી હતી. ક
જિલ્લા સ્વાગત ફરિયાદ


જૂનાગઢ 26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીએ જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરએ વિવિધ વિભાગના પ્રશ્નો અને અરજદારોને વાચા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન દુકાનનું ડિમોલિશન, સરકારી રકમ વસુલાત, જમીન માપણી, પેશકદમી, ગેરકાયદેસર દબાણો દૂર કરાવવા, ઘીરાણ મંડળી, માઇનોર બ્રિજ નિર્માણ, સ્ટેમ્પ ડયુટી, જાહેર માર્ગો ઉપરથી દબાણો હટાવવા, ખેતીની જમીનમાં શેઢાના પ્રશ્નો, ગંદા પાણીનો નિકાલ, સાફ સફાઈ કરાવવી, વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ કરાવવો, રોડ ખુલ્લા કરાવવા, ગૌચરની જમીન, ગામતળની જમીન, ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી, સર્વે નંબર વગેરે અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કલેકટરએ સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને તેનું નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા , નિવાસી અધિક ક્લેકટર એસ.બી.બારડપ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીગણ, કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande