જૂનાગઢ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ સ્વચ્છતા જાગૃતી બાબતે ડિ.પી. રોડ તથા વેરાવળ રોડ પરની દિવાલોમા પર સ્વચ્છતા અંગેના સુત્રો તેમજ વોલ પેન્ટીંગ કરવામાં આવ્યા હતા.
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારોનું સફાઈ કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા જાગૃતી બાબતે વોલ પેન્ટીંગ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા-2025 અંતર્ગત સ્વચ્છતાને લગતી અલગ અલગ પ્રવૃતીઓ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ