પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કુતિયાણા નગરપાલિકા દ્વારા શાળા નં. 2 ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વિધાર્થીઓએ સ્વચ્છ ભારત મિશનના વિવિધ વિષયો પર ચીત્રો તૈયાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા તરફથી વિધાર્થીઓને કચરાના વર્ગીકરણ અંગે સમજ આપીને સ્વચ્છતા અંગે જાગૃતા કરવામાં આવ્યા હતા. સાથે જ સર્વે ઉપસ્થિત વિધાર્થીઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાનપણથી જ બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ઉભી થાય અને “સ્વચ્છ શહેર – સ્વસ્થ જીવન”નો સંદેશ વ્યાપક બને તેવો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya