ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025: ભાટસણમાં ઉત્સાહભેર આયોજન
પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણના માર્ગદર્શન હેઠળ સીઆરસી ભાટસણ ખાતે વર્ષ 2025નું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન આયોજિત થયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મુકેશભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025: ભાટસણમા ઉત્સાહભેર આયોજન


પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણના માર્ગદર્શન હેઠળ સીઆરસી ભાટસણ ખાતે વર્ષ 2025નું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન આયોજિત થયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મુકેશભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે બીટ કેળવણી નિરીક્ષક રાજેશભાઈ પ્રજાપતિ અને યજમાન તરીકે પીએમ ભાટસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શૈલેષભાઈ સુથાર હાજર રહ્યા હતા. સીઆરસી કો-ઓર્ડિનેટર અંકિતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદર્શન દરમિયાન કલસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી. મોહસીનભાઈ (ભાટસણ માધ્યમિક શાળા), ડૉ. વનદીપા મોદી અને પ્રાથમિક શાળાના અન્ય શિક્ષકોની ટીમે કૃતિઓનું મૂલ્યાંકન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પીએમ ભાટસણ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળીએ કરેલું. આ પ્રસંગે પીએમ શ્રી ભાટસણના શિક્ષકોએ પણ કાર્યક્રમની સફળતા માટે વિશેષ યોગદાન આપ્યું.

તાલુકા કક્ષાએ પ્રતિનિધિત્વ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓમાં ખારેડા શાળાથી રાજલ અને સેજલ ઠાકોર, અજુજા શાળાથી કિંજલબેન અને ખુશીબેન ઠાકોર, પીએમ ભાટસણથી રોસનીબેન પ્રજાપતિ અને અંકિતા ઠાકોર, અમરપુરા શાળાથી હિદયતુલ્લા રુસદા અને ખદિજા શેરશિયા તથા પીએમ ભાટસણથી કાવ્યા પ્રજાપતિ અને સૃષ્ટિ સુથારનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષકોમાં આશુતોષ નાયક, નિમિષાબેન પટેલ, રાજેશકુમાર પરમાર, ખુશ્બુબેન પટેલ અને નીલમબેન રાવળનો સમાવેશ થાય છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande