મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ : 66 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા નાગરિકોએ પોતાના પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી હતી. કલેક્ટરએ સમગ
મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ : 66 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ


મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ : 66 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા નાગરિકોએ પોતાના પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી હતી. કલેક્ટરએ સમગ્ર કામગીરીને ગંભીરતાથી સાંભળી તાત્કાલિક પગલાં લેવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી.

આ બેઠકમાં કુલ 66 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મુખ્યત્વે પાણી પુરવઠા, રોડ સુવિધા, વીજળી, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, પેન્શન સહિતના પ્રશ્નોનો સમાવેશ થતો હતો. ઘણા નાગરિકોએ જાહેર સેવાઓ અંગેની નાની-મોટી મુશ્કેલીઓ રજૂ કરી હતી, જેને તાત્કાલિક ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન કલેક્ટરએ જણાવ્યું કે નાગરિકોની સમસ્યાઓનું સમાધાન એ જિલ્લા વહીવટીતંત્રની પ્રથમ પ્રાથમિકતા છે. સમયસર સેવા પૂરી પાડવાથી જ પ્રજામાં વિશ્વાસ ઊભો થાય છે. તેમણે અધિકારીઓને સૂચના આપી કે જે પ્રશ્નોનો ઉકેલ શક્ય હોય તે સ્થળ પર જ કરવામાં આવે અને લાંબા ગાળાના પ્રશ્નો માટે વ્યવહારુ સમયસીમા નક્કી કરવામાં આવે.

કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમણે પોતાની કામગીરી અંગે કલેક્ટરને અવગત કરાવ્યું. નાગરિકોએ પણ પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું કે જિલ્લા સ્વાગત કાર્યક્રમથી તેમની વાત સીધી વહીવટીતંત્ર સુધી પહોંચે છે અને સમયસર ઉકેલ મળે છે.

આ રીતે મહેસાણા જિલ્લાના જિલ્લા સ્વાગત કાર્યક્રમ લોકસહભાગિતાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે, જેમાં વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande