મહેસાણા ઘોબીઘાટમાં છરીકાંડ : ત્રણ શખ્સોએ કર્યો હુમલો
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરના ઘોબીઘાટ સમર્પણ ચોક પાસે નવરાત્રી જોવા ગયેલા કાળુજી ઠાકોર અને તેનો ભાણિયો સોનુજી કનુજી ઠાકોર પર હુમલાની ઘટના બની હતી. 22 સપ્ટેમ્બરની રાત્રે કાળુજી અને તેનો ભાણિયો રસ્તા કિનારે બેઠા હતા ત્યારે વિનોદ રાવલ, ધ
મહેસાણા ઘોબીઘાટમાં છરીકાંડ : ત્રણે શખ્સોએ કર્યુ હુમલો


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરના ઘોબીઘાટ સમર્પણ ચોક પાસે નવરાત્રી જોવા ગયેલા કાળુજી ઠાકોર અને તેનો ભાણિયો સોનુજી કનુજી ઠાકોર પર હુમલાની ઘટના બની હતી. 22 સપ્ટેમ્બરની રાત્રે કાળુજી અને તેનો ભાણિયો રસ્તા કિનારે બેઠા હતા ત્યારે વિનોદ રાવલ, ધવલ પરમાર અને સુલભ યમાર ત્રણે શખ્સો ત્યાં આવ્યા હતા. સામાન્ય બોલાચાલી બાદ વિવાદ વધતા શખ્સોએ કાળુજી અને તેના ભાણિયા પર હુમલો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, વિનોદ રાવલ અચાનક ઉશ્કેરાઈ જઇ કાળુજીને ગડાપાડુનો માર માર્યો હતો. ત્યારબાદ પોતાના કેફમાં રહેલી છરી કાઢીને કાળુજીના માથામાં ઘા કર્યો હતો. હુમલાની ગંભીરતા વધતા સુલભ યમાર અને ધવલ પરમારે પણ ભાણિયાને ગડાપાડુના ઘા કરી ઇજા પહોંચાડી હતી. આ અચાનક થયેલા હુમલાથી માથામાં લોહી નીકળતું જોઈ ત્રણે શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ ઘટનાથી વિસ્તારમાં ભયનું માહોલ છવાયો હતો. ઘાયલ કાળુજી ઠાકોર અને તેનો ભાણિયો તરત જ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કાળુજી ઠાકોરનો પુત્ર હીમત ઠાકોરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ જૂની દુશ્મનીને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. હાલ આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી ફરીવાર સ્પષ્ટ થયું છે કે નાના વિવાદો હિંસામાં ફેરવાતા ગંભીર પરિણામો સર્જી શકે છે, જેને નિયંત્રિત કરવા કડક કાયદેસરની કાર્યવાહી જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande