મહેસાણા શહેર ભાજપ મંડળ દ્વારા સ્વદેશી અભિયાનનો આરંભ: દુકાનોમાં લગાવાયા પ્રતિકાત્મક સ્ટીકર
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેર ભાજપ મંડળના ઉપક્રમે ‘સ્વદેશી અભિયાન’નો અનોખો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરની અનેક દુકાનોમાં પ્રતિકાત્મક રીતે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમ
મહેસાણા શહેર ભાજપ મંડળ દ્વારા સ્વદેશી અભિયાનનો આરંભ : દુકાનોમાં લગાવાયા પ્રતિકાત્મક સ્ટીકર


મહેસાણા શહેર ભાજપ મંડળ દ્વારા સ્વદેશી અભિયાનનો આરંભ : દુકાનોમાં લગાવાયા પ્રતિકાત્મક સ્ટીકર


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેર ભાજપ મંડળના ઉપક્રમે ‘સ્વદેશી અભિયાન’નો અનોખો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરની અનેક દુકાનોમાં પ્રતિકાત્મક રીતે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શહેર ભાજપના અગ્રણીઓ, કાર્યકરો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ અભિયાનનો હેતુ લોકોમાં ભારતીય ઉત્પાદનો પ્રત્યે વિશ્વાસ અને ગૌરવની ભાવના જગાવીને વિદેશી ચીજોની આડઅસરોથી દેશના અર્થતંત્રને બચાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે સ્વદેશી અપનાવવાથી માત્ર દેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે નહીં, પરંતુ રોજગારીની તકો પણ ઊભી થશે. ભારતની પરંપરા, સંસ્કૃતિ અને કુશળ હસ્તકલા દુનિયામાં અનોખી ઓળખ ધરાવે છે, જેને આગળ વધારવા માટે દરેક નાગરિકે સ્વદેશી ઉત્પાદનોનો જ ઉપયોગ કરવો જોઈએ.

શહેર ભાજપ મંડળના આગેવાનો દ્વારા વેપારીઓને આ અભિયાનમાં સક્રિય સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત આગળ વધી રહ્યું છે અને આ યાત્રામાં સામાન્ય નાગરિકનો સ્વદેશી પ્રત્યેનો સકારાત્મક અભિગમ મહત્વપૂર્ણ છે.

અભિયાનની શરૂઆત બાદ વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે સ્થાનિક સ્તરે બનતા ઉત્પાદનોની ખરીદીથી નાના-મોટા ઉદ્યોગકારો, કારીગરો અને ખેડૂતોને પ્રોત્સાહન મળે છે. કાર્યક્રમના અંતે કાર્યકરો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો પર સ્ટીકર લગાવી અભિયાનને વ્યાપક બનાવવામાં આવ્યું હતું.

આ રીતે મહેસાણા શહેર ભાજપ મંડળના આ પ્રયાસથી શહેરમાં સ્વદેશી અભિયાન પ્રત્યે લોકોમાં જાગૃતિ સાથે દેશી ઉત્પાદનોની માંગ વધારવાનો સકારાત્મક સંદેશ પ્રસરી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande