રાયપુર, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.): છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસ અને નક્સલ વિરોધી સ્ક્વોડ (ડીવીસીએમ ટીમ) ને મોટી સફળતા મળી છે. માઓવાદી સંગઠન સાથે સંકળાયેલા એક પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. બંને નકલી ઓળખપત્રો પર રહેતા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલી દંપતી જગ્ગુ ઉર્ફે રમેશ કુરસમ (28) અને કમલા કુરસમ (27) છે, જે મૂળ બીજાપુરના રહેવાસી છે. તેમની ચંગોરાભાઠાથી ધરપકડ કરવામાં આવી હતી.
અત્યાર સુધીની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને માઓવાદી સંગઠનમાં સક્રિય રીતે સામેલ હતા. પોલીસ ટીમ આરોપી પુરુષ નક્સલીની પૂછપરછ કરી રહી છે. આ શહેરી નક્સલીઓએ તબીબી સારવારના બહાને ઘર ભાડે રાખ્યું હતું. કમલાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ