વડોદરાના નંદેસરીમાં 'એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા' કાર્યક્રમ
- વડોદરાના નંદેસરીમાં ''એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા'' થીમ સાથે જિલ્લાકક્ષાનો મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો - તાલુકા કક્ષાના શ્રમદાન કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોએ સાવરણો ઉપાડતા અભિયાન જનઆંદોલન બન્યું વડોદરા,25 સપ્ટે
વડોદરાના નંદેસરીમાં 'એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા' કાર્યક્રમ


- વડોદરાના નંદેસરીમાં 'એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા' થીમ સાથે જિલ્લાકક્ષાનો મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

- તાલુકા કક્ષાના શ્રમદાન કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોએ સાવરણો ઉપાડતા

અભિયાન જનઆંદોલન બન્યું

વડોદરા,25 સપ્ટેમ્બર(હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન મુજબ, સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે

સ્વચ્છતા હી સેવા 2025 ને સ્વચ્છોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લામાં

એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા

ની થીમ પર નંદેસરીના હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે જિલ્લા કક્ષાનો મહાશ્રમદાન કાર્યક્રમ

યોજાયો હતો.

વાઘોડિયા

વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગ્રામજનોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.

વધુમાં ધારાસભ્ય એ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે આપણે જે સ્વચ્છતાના શપથ લીધા છે, તેને

સાચા અર્થમાં સાકાર કરીએ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનાં

સપનાને સાકાર કરીએ.

જિલ્લા

પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મૂળરાજસિંહ મહીડાએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્યું

કે, ભારત સરકાર દ્વારા સ્વચ્છતા

હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં સૌ પોતાના ઘરની સ્વચ્છતા

રાખે છે, તેમ આપણે આપણા ગામ, તાલુકા અને

જિલ્લાની સ્વચ્છતા થકી દેશને સ્વચ્છ બનાવીએ.

નંદેસરી

ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા સામુહિક શ્રમદાન થકી મંદિરના

પરિસરની સાફ-સફાઈ કરવામાં આવી હતી. વધુમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન

આપવા માટે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

હતું.

આ ઉપરાંત, ગામના લોકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય

તે માટે સ્વચ્છતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં

પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના બાળકો તથા

ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય

છે કે, વડોદરામાં જિલ્લા કક્ષાના

કાર્યક્રમ ઉપરાંત, તમામ તાલુકાઓમાં પણ મહાશ્રમદાન કાર્યક્રમનું

આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના આ જનઆંદોલનમાં ડભોઇમાં કુંઢેલા, ડેસર નગર, કરજણના મીયાગામ, પાદરાના

લતીપુરા, સાવલીના તુલસીપુરા, શિનોર નગર

અને વાઘોડિયાની કોટંબી ખાતે દરેક લોકોને જોડતો તાલુકા કક્ષાનો મહાશ્રમદાન કાર્યક્રમ

યોજાયો હતો.જિલ્લા કક્ષાના મહાશ્રમદાન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત,

જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી

સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

હિન્દુસ્થાન

સમાચાર/હર્ષ શાહ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande