પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા નવ માસની પુત્રી સાથે એક પરપ્રાંતિય મહીલા ગુમ થયાની ફરીયાદ નોંધાઈ હતી તેમને પેરોલ ફર્લો સ્કોડે તેમને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી હતી પોરબંદરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતી નિરાલી ધર્મેશભાઈ વાઘેલા નામની મહિલા તેમની નવ માસની પુત્રી સાથે ગુમ થયાની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી આ મહિલા મધ્યપ્રદેશના જામ્બુઆ ખાતે હોવાની વિગતના અધારે પેરોલ ફર્લો સ્કોડે આ મહિલાને પોરબંદર ખાતે લાવ્યા હત આ મહિલાને મધ્યપ્રદેશના જામ્બુઆન મહેશ જલીયા સાથે પ્રેમ થઇ જતા ઘરેથી નીકળી ગઇ હતી તેમને પ્રેમી મહેશ સાથે જ રહેવુ હોવાની તેમનુ નિવેદન નોંધી ઉદ્યોગનગર પોલીસને કબ્જો સોંપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya