મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં નાના-મોટા ગામડાંથી લઈને શહેર સુધી ગર્બા મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવા-યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. આવા સમયે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ SheTeam તૈનાત કરવામાં આવી છે, જે ટ્રેડિશનલ ડ્રેસમાં ગર્બા મેદાનો અને જાહેર સ્થળોએ સતત ખડેપગે હાજર રહી રહી છે. આ ટીમનો હેતુ માત્ર મહિલાઓની સુરક્ષા જાળવવાનો નથી, પરંતુ ઉત્સવનો આનંદ કોઈ પણ પ્રકારની અવરોધ વિના દરેક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
શી ટીમના સભ્યો ગર્બા રમતા યુવાઓ વચ્ચે મિશ્રિત થઈને નજર રાખે છે, જેથી કોઈપણ શંકાસ્પદ અથવા અયોગ્ય વર્તન તાત્કાલિક કાબૂમાં લઈ શકાય. સાથે જ, તેઓ મહિલાઓ સાથે સીધી વાતચીત કરી જરૂરી મદદ પૂરું પાડે છે. આ વ્યવસ્થા થકી ગર્બા રમવા આવેલી યુવતીઓ અને મહિલાઓએ આત્મવિશ્વાસ અનુભવો છે. પોલીસ તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે નવરાત્રીના તહેવારમાં કોઈ પણ અયોગ્ય ઘટના બને તો તરત જ SheTeamનો સંપર્ક કરવામાં આવે. તેમના હેલ્પલાઈન નંબર તથા ક્વિક રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત છે.
આ રીતે મહેસાણા જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન સુરક્ષાનું મજબૂત જાળું ઉભું કરાયું છે. શી ટીમના ખડેપગે તૈનાત રહેવાને કારણે મહિલાઓ અને પરિવારજનો નિરાંતે ગર્બાનો આનંદ માણી રહ્યા છે, જે પોલીસ-જનસહકારનું ઉત્તમ ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR