જામનગર તાલુકાના રામપર ખાતે મહિલાઓ અને બાળકો માટે વિશેષ આરોગ્ય શિબિરનું આયોજન કરાયું
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રની પ્રગતિ માટે મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત આવશ્યક છે, તે સૂત્રને સાર્થક કરતા ''સ્વસ્થ નારી, સશક્ત પરિવાર'' અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપર
આરોગ્ય શિબિર


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રની પ્રગતિ માટે મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત આવશ્યક છે, તે સૂત્રને સાર્થક કરતા 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપર ખાતે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ અને અન્ય મહિલાઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

​આ કેમ્પમાં લાભાર્થીઓને વિવિધ રોગોનું સ્ક્રીનિંગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા હૃદયરોગ, એનીમિયા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વજન અને ઊંચાઈની માપણી તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ​વધુમાં, આયુષ હોસ્પિટલની ટીમે ડેન્ટલ તપાસ કરી હતી અને મહિલાઓમાં ગંભીર રોગ એવા સર્વાઇકલ કેન્સર અંગે સ્ક્રીનિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું.અંદાજિત ૧૨ જેટલા લાભાર્થીઓની સર્વાઇકલ કેન્સર માટે પેપ ટેસ્ટ, મેમોગ્રાફી અને ક્લોરોસ્કોપી જેવી મોંઘી તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.

​મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લાના મેડિકલ ઓફિસર ડો. રેણુકા બારાઈ, એફ.એચ.એસ. પ્રવિણાબેન, જિલ્લા ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપરના આરોગ્ય કર્મચારીઓ પ્રકાશભાઈ ડાંગર, કાજલબેન વડગામા, દક્ષાબેન ધારવીયા, આશા ફેસિલિટેટર કંચનબેન તેમજ આયુષ હોસ્પિટલના ડોક્ટર વરુણ ગોસ્વામી દ્વારા ગ્રામજનોને વિગતવાર માર્ગદર્શન અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande