થનગનાટ-2025 : કથ્થક અને ગરબાના સંગમે મંત્રમુગ્ધ દર્શકો
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવ *‘થનગનાટ-2025’*માં સંસ્કૃતિ ડાન્સ સ્ટુડિયોએ અનોખી પ્રસ્તુતિ આપી હતી. હજારો ખેલૈયાઓની હાજરીમાં કલાકારોએ કથ્થક અને ગરબાના સંગમથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હત
થનગનાટ-2025 : કથ્થક અને ગરબાના સંગમે મંત્રમુગ્ધ દર્શકો


થનગનાટ-2025 : કથ્થક અને ગરબાના સંગમે મંત્રમુગ્ધ દર્શકો


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવ *‘થનગનાટ-2025’*માં સંસ્કૃતિ ડાન્સ સ્ટુડિયોએ અનોખી પ્રસ્તુતિ આપી હતી. હજારો ખેલૈયાઓની હાજરીમાં કલાકારોએ કથ્થક અને ગરબાના સંગમથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કડી અને મહેસાણામાં છેલ્લા સાત વર્ષથી ડાન્સ સ્ટુડિયો સંચાલિત કરતી ડૉ. દિવ્યા ઠક્કર પ્રજાપતિના નેતૃત્વ હેઠળ આ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. તેઓ પાંચથી 50 વર્ષની વયની મહિલાઓને કથ્થક શીખવે છે. પરંપરા અને આધુનિકતાના સુંદર મિશ્રણ સાથે સ્ટુડિયોની ટીમે લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીના ‘નાગર નંદજીના લાલ’ ગરબા પર આકર્ષક નૃત્ય રજૂ કર્યું. આ પ્રસ્તુતિ માટે કલાકારોએ એક મહિના સુધી નિરંતર મહેનત કરી હતી.

દરશકોને કથ્થકની લયબદ્ધ અભિવ્યક્તિ અને ગરબાની ઉર્જાવાન તાળીઓ સાથે એક નવી અનુભૂતિ મળી. સંસ્કૃતિ ડાન્સ સ્ટુડિયોના પ્રયત્નોથી નવરાત્રિ મહોત્સવમાં એક નવો રંગ ભરાયો.

ડૉ. દિવ્યાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ અને ડૉ. મિત્તલ પટેલનો આભાર વ્યક્ત કર્યો. થનગનાટ-2025એ સાબિત કર્યું કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી શિક્ષણ સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ અગ્રેસર છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande