પોરબંદર ખાતે ધન્વંતરી પૂજન સાથે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાયો.
પોરબંદર,26 સપ્ટેમ્બર (હિ.સ.) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક, આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા, પોરબંદર તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોરબંદર દ્વારા 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ક
પોરબંદર ખાતે ધન્વંતરી પૂજન સાથે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાયો.


પોરબંદર ખાતે ધન્વંતરી પૂજન સાથે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાયો.


પોરબંદર ખાતે ધન્વંતરી પૂજન સાથે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાયો.


પોરબંદર ખાતે ધન્વંતરી પૂજન સાથે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાયો.


પોરબંદર,26 સપ્ટેમ્બર (હિ.સ.) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક, આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા, પોરબંદર તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોરબંદર દ્વારા 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત ધન્વંતરી પૂજનથી કરવામાં આવી હતી. પ્રસંગે પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીવનશૈલી સંબંધિત રોગો અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું કે આજના સમયમાં યુવા વયે જ મોટી ઉંમરના રોગો જોવા મળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ આધુનિક જીવનશૈલી તથા અયોગ્ય આહાર છે. વધતી મેદસ્વિતા, ઓછું થતું આયુષ્ય તથા અન્ય રોગો અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

વધુમાં તેમણે આયુર્વેદના મહત્વ અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે નિયમિત કસરત, પ્રાણાયામ તથા આયુર્વેદિક ઔષધિઓનું સેવન સ્વસ્થ અને આરોગ્યમય જીવન માટે અત્યંત જરૂરી છે. તેમણે સૌને સ્વસ્થ જીવન માટે આયુર્વેદ અપનાવવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આયુર્વેદ આપણી પૌરાણિક અમૂલ્ય પરંપરા છે, આજની યુવા પેઢી પણ આયુર્વેદ પર ધ્યાન કેન્દ્રીત કરે તે આજના સમયની જરૂરીયાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંગે સંદેશ આપ્યો છે. સાથે આયુષ મંત્રાલયની કામગીરી અંગે પણ વાત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયુર્વેદને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.

આ અવસરે સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર ખાતે નિ:શુલ્ક મેદસ્વિતા નિવારણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિરના ડૉ. જયમલભાઈ ઓડેદરાએ લોકજાગૃતિ સાથે નિદાન તથા યોગ્ય આયુર્વેદિક દવાઓનું વિતરણ કર્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ આ કેમ્પનો લાભ લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતા મુક્ત ભારત આહ્વાનને અનુસરી પ્રેરણા લીધી હતી.

જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી તથા જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીએ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પની મુલાકાત લઈને સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી અને લોકોને લાભ લેવા અપીલ કરી હતી. આરોગ્ય જાગૃતિના હેતુસર કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઔષધિના રોપા રોપીને ઔષધિઓના મહત્વ અંગે સંદેશ આપાયો હતો. સાથે જ મેદસ્વિતા જાગૃતિ, ઋતુ અનુસાર ઋતુચર્યા, આરોગ્ય વ્રત આહાર તથા આરોગ્યમય જીવનશૈલી જેવા વિષયો પર આધારિત પ્રદર્શિત બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત લોકોને ઉકાળાનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, જિલ્લા આયુર્વેદ અધિકારી જયદીપ શાહ, આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર જયદીપ લાખાણી સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande