વર્તુ નદી કાંઠે થી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો.
પોરબંદર,26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના સોઢાણા ગામ નજીક વર્તુ નદીના કાંઠેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. મહિલાની ઓળખ મેળવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે પોરબંદર-અડવાણા રોડ ૫૨ સોઢાણા ગામ નજીક વર્તુ પુલ પાસેથી અજાણી મહિલાન
વર્તુ નદી કાંઠે થી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો.


પોરબંદર,26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના સોઢાણા ગામ નજીક વર્તુ નદીના કાંઠેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.

મહિલાની ઓળખ મેળવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે પોરબંદર-અડવાણા રોડ ૫૨ સોઢાણા ગામ નજીક વર્તુ પુલ પાસેથી અજાણી મહિલાનો કોહવાયેલો મૃતદેહ પડયો હોવાની જાણ થતા બગવદર પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોરબંદર સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામા આવ્યો હતો મહિલાએ પરપલ કલરમા સફેદ પટ્ટીવાળો ડ્રેસ પહેરેલો મહિલાનુ મૃત્યુ કયા કારણોસર થયુ તેમજ તેમની ઓળખ મેળવા પ્રયાસ બગવદર પોલીસે હાથ ધર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande