પોષણ માહ-2025 પોષણ સંગમ કાર્યક્રમની ફળશ્રુતિ : શિનોરના એક અતિકુપોષિત બાળકના જીવનમાં આવી નવચેતના
- આંગણવાડી કાર્યકરની યથાર્થ મહેનત અને માર્ગદર્શનથી બાળકનું વજન ત્રણ મહિનામાં 4 કિલોગ્રામ વધી ગયું! વડોદરા,25 સપ્ટેમ્બર(હિ.સ.) આજના ઝડપી યુગ અને અન્ય પરિબળોના કારણે રાજ્યમાં કોઈ બાળક કુપોષણ કે અતિકુપોષણનો શિકાર બને છે, ત્યારે રાજ્
પોષણ માહ-2025 પોષણ સંગમ કાર્યક્રમની


- આંગણવાડી કાર્યકરની યથાર્થ મહેનત અને માર્ગદર્શનથી બાળકનું વજન ત્રણ મહિનામાં

4 કિલોગ્રામ વધી ગયું!

વડોદરા,25 સપ્ટેમ્બર(હિ.સ.) આજના ઝડપી યુગ અને અન્ય પરિબળોના કારણે રાજ્યમાં

કોઈ બાળક કુપોષણ કે અતિકુપોષણનો શિકાર બને છે, ત્યારે રાજ્ય સરકારની પોષણલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો આ બાળકોના

માતા-પિતા અને વડીલો માટે આશાનું કિરણ બની રહે છે. રાજ્ય સરકારનો આવો જ અત્યંત મહત્વનો

કાર્યક્રમ, એટલે કે ‘પોષણ સંગમ કાર્યક્રમ’ના લીધે અનેક બાળકોના

પોષણસ્તરમાં ધરખમ ફેરફાર આવ્યો છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા મોટાફોફળીયા

ગામમાંથી આવી જ એક સાફલ્યગાથા સામે આવી છે.

મોટાફોફળીયા-2

માં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજથી ચાર મહિના પહેલા ક્રિશાંગ પટેલ નામના બાળકનું

સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, ત્યારે તે અતિકુપોષિત શ્રેણીમાં આવતું હતું. આ સમયે બાળકનું વજન હતું માત્ર

2.6 કિલોગ્રામ, એટલે કે સામાન્ય વજન કરતાં ઘણું ઓછું. સ્થિતિની

નાજુકતાને પારખીને આંગણવાડી કેન્દ્રના કાર્યકર નિરાલીબેન જોષીએ 12 અઠવાડિયા સુધી પોષણ

સંગમ કાર્યક્રમ અંતર્ગત બાળકની માવજત, માતા-પિતામાં પોષણ અંગે

જાગૃતિ લાવવી, યોગ્ય માર્ગદર્શન, નિયમિત

તપાસ તેમજ પોષણયુક્ત આહાર જેવા અનેક મહત્વપૂર્ણ પગલાં લઈને બાળકની દરકાર લીધી. સમયાંતરે

ગૃહ મુલાકાત થકી કાર્યકર બહેન દ્વારા આરોગ્ય અને પોષણ અંગે કાળજી રાખવાની સાથે બાળકના

ઘરે સ્વચ્છતા અને વ્યસનમુક્તિ અંગેની પણ તાલીમ આપવામાં આવી.

આમ, બાળકની સંભાળ અને કાંગારૂ મધરકેર જેવા અનેક

સાર્થક પ્રયાસનો કારણે ત્રણ મહિના બાદ બાળકના વજનમાં ચાર કિલોગ્રામનો વધારો નોંધાયો.

2.6 કિલોગ્રામનું બાળક હવે 6.230 કિલોગ્રામનું

થઈ જતા, બાળકના માતા-પિતાનો હરખ સમાતો નથી. તેમણે આંગણવાડી કેન્દ્ર,

આઈ.સી.ડી.એસ. શાખા તેમજ પોષણ સંગમ કાર્યક્રમ પ્રત્યે કૃતજ્ઞતા અને સંતોષની

લાગણી વ્યક્ત કરી છે.પોષણ સંગમ કાર્યક્રમ જેવા રાજ્ય સરકારની અનેક પોષણલક્ષી પહેલ એકમાત્ર

સરકારી યોજના નથી, પરંતુ ક્રિશાંગ જેવા અનેક બાળકો માટે નવી ઉર્જાનો

સંચાર છે, ચમત્કાર છે. કુપોષિત અને અતિકુપોષિત બાળકો માટે જીવનદાતા

સમાન આ કાર્યક્રમથી હવે બાળકોના માતા-પિતાને સ્વસ્થ ભવિષ્યની આશા દેખાય છે.

હિન્દુસ્થાન

સમાચાર/હર્ષ શાહ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande