મહેસાણા GIDCમાં ફેક્ટરીમાંથી બે બાળશ્રમિકો મળી આવતા હલચલ, માલિકો સામે ફરિયાદ
મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લા GIDC વિસ્તારમાં આવેલી ત્રિદેવ ટ્રેડર્સ ફેક્ટરીમાંથી બે બાળ શ્રમિકોની શોધ થતા સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. શ્રમ વિભાગે તાત્કાલિક દોડધામ કરી બાળકોને બચાવ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગત
મહેસાણા ઘોબીઘાટમાં છરીકાંડ : ત્રણે શખ્સોએ કર્યુ હુમલો


મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લા GIDC વિસ્તારમાં આવેલી ત્રિદેવ ટ્રેડર્સ ફેક્ટરીમાંથી બે બાળ શ્રમિકોની શોધ થતા સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. શ્રમ વિભાગે તાત્કાલિક દોડધામ કરી બાળકોને બચાવ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ, ફેક્ટરીમાં લોખંડની પાઇપો બનાવવાના જોખમી કામમાં બે નાના બાળકોને ગેરકાયદેસર રીતે કામે લગાડવામાં આવ્યા હતા. આ બાબત શ્રમ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે તપાસ દરમિયાન બહાર આવી હતી. શ્રમ અધિકારી ડોલી પરમાર ફેક્ટરીમાં તપાસ કરવા પહોંચ્યા ત્યારે બાળકો જોખમી મશીનરી વચ્ચે કામ કરતા જોવા મળ્યા હતા. બાળકોની નાની ઉમરે આવા જોખમી પરિસ્થિતિમાં કામ કરાવવું કાયદાકીય રીતે દંડનીય ગુનો છે અને આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

ઘટના બહાર આવતા જ શ્રમ વિભાગે કાર્યવાહી શરૂ કરી. ફેક્ટરીના માલિક રૂપારામ દેવાસી અને ભાઈલાલ પ્રજાપતિ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ ઘટનાની વધુ તપાસમાં લાગી ગઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નો ચાલુ કર્યા છે.બાળકોને તરત જ જોખમી કામમાંથી મુક્ત કરી તેમની સંભાળ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બાળમજૂરીને લગતા કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં.

આ બનાવ બાદ મહેસાણા ઉદ્યોગ વિસ્તારના અન્ય કારખાનેદારો માટે પણ ચેતવણી સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં સતત ચકાસણી હાથ ધરાશે જેથી કોઈ ફેક્ટરી કે ઉદ્યોગમાં બાળમજૂરી થતી ન હોવાનું સુનિશ્ચિત થઈ શકે.આ ઘટના સમાજમાં ફરી એકવાર બાળમજૂરીના પ્રશ્ન પર ચર્ચા જગાવી રહી છે અને સ્થાનિક લોકોએ આવા કિસ્સાઓ સામે કડક પગલાં લેવા માંગણી કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande