સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.): વન
અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડની બરબોધન ગ્રામ પંચાયત ખાતે
ઓલપાડના વિવિધ ગામોમાં કલ્યાણકારી યોજનાના લાભો અને કામગીરીની સમીક્ષા કરી હતી.
મંત્રીએ ઓલપાડના તેના, પિંજરત, દેહણ, વિહણ, ટુંડા, ડભારી, સેગવા, બરબોધન અને
પિંજરત સહિતના ગામોના સરપંચ પાસેથી દરેક ગામોમાં વિવિધ યોજનાના લાભાર્થીઓની
આંકડાકીય માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી. તેમણે દરેક ગામના સરપંચોને ગંગા
સ્વરૂપા સહાય,
PM કિસાન
સન્માન નિધિ,
ગરીબ
કલ્યાણ અન્ન યોજના, PM ઉજ્જવલા, આયુષ્માન કાર્ડ, PM તથા આંબેડકર
આવાસ યોજના,
વ્હાલી
દીકરી,
કુંવરબાઇનું
મામેરૂ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવા નૈતિક
જવાબદારીના ભાગરૂપે કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
વધુમાં મંત્રીએ ગામની મહિલાઓને
સખી મંડળની રચના કરી રોજગારી મેળવવા અને આર્થિક ઉપાર્જન કરવા પ્રેરણા આપી હતી.
તેમજ નાગરિકોને પણ સરકારી યોજનાઓથી માહિતગાર રહી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ
કર્યો હતો. સાથે જ રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે થઇ રહેલા કાર્યોને વધુ
વિસ્તારવાની બાહેંધરી આપી હતી.
આ પ્રસંગે તા.પં. પ્રમુખ નીતાબેન
પટેલ,
અગ્રણીઓ
ધનસુખભાઈ પટેલ,
કુલદીપસિંહ
અને સુનીલભાઈ,
તા.
પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે