સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.)- સુરત શહેરે ફરી એકવાર ગૌરવ મેળવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યસ્તરીય નિર્મળ ગુજરાત એવોર્ડ સમારોહમાં સુરતને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એવોર્ડ સમારોહ યોજાયો હતો.
સુરત મહાનગરપાલિકાને આ સિદ્ધિ બદલ રૂ. 1.5 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો. સાથે સાથે સુરત શહેરની સ્વચ્છતા અંગેની બેસ્ટ પ્રેક્ટિસીસનું પ્રેઝન્ટેશન ડેપ્યુટી કમિશ્નર દિનેશ ગુરવ દ્વારા રજૂ કરાયું, જેને ખૂબ પ્રશંસા મળી.
આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ રાવાણી, કમિશ્નર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પટેલ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ નૈન્સીબેન શાહ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
યાદ રહે કે સુરત શહેરે અગાઉ પણ સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુપર સ્વચ્છ સિટી લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે નર્મળ ગુજરાત એવોર્ડમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સુરતના ગૌરવમાં વધારો થયો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આ સિદ્ધિ બદલ સુરતના નાગરિકો, અધિકારીઓ અને નગરસેવકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે