લાલ સમુદ્રમાં જહાજ પર હુતી વિદ્રોહીઓનો હુમલો,ક્રૂમાં 24 પાકિસ્તાનીઓનો સમાવેશ
સના (યમન), નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.) ઈરાન તરફી હુતી વિદ્રોહીઓ ઇરાની બંદર અબ્બાસથી, યમન પહોંચેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) વહન કરતા જહાજ પર હુમલો કર્યો છે. કેપ્ટન અને તમામ 24 ક્રૂ સભ્યો હાલમાં મુશ્કેલીમાં છે પરંતુ
હુતી


સના (યમન), નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.)

ઈરાન તરફી હુતી વિદ્રોહીઓ ઇરાની બંદર અબ્બાસથી, યમન પહોંચેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ

(એલએનજી) વહન કરતા જહાજ પર

હુમલો કર્યો છે. કેપ્ટન અને તમામ 24 ક્રૂ સભ્યો હાલમાં મુશ્કેલીમાં છે પરંતુ સુરક્ષિત છે.

રાજદ્વારી સૂત્રોએ શુક્રવારે પુષ્ટિ આપી હતી કે,” તેઓ બધા પાકિસ્તાની નાગરિકો છે.”

પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝના અહેવાલ મુજબ,”રાજદ્વારી

સૂત્રોએ જણાવ્યું હતું કે, જહાજ હાલમાં યમનના સરકાર દ્વારા નિયંત્રિત પ્રદેશમાં

નથી.” તેમણે કહ્યું કે,” પાકિસ્તાન તેના નાગરિકોની સલામત વાપસી સુનિશ્ચિત કરવા

માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.” એક વિડિઓ સંદેશમાં, ક્રૂએ સમજાવ્યું

કે,” તેમના જહાજને 10 દિવસ પહેલા

યમનના બંદર પર ડ્રોન હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી તે બંદરમાં

ફસાયેલ છે.”

જહાજના કેપ્ટને જીબુટી જવા માટે તાત્કાલિક પરવાનગી માંગી

છે. ક્રૂએ જણાવ્યું હતું કે,” તેઓ પાકિસ્તાનના દરિયાઈ બાબતોના મંત્રાલય અને

બંદરોના મહાનિર્દેશક પાસેથી, મદદની રાહ જોઈ રહ્યા છે.” ક્રૂએ દાવો કર્યો હતો કે,”

હુતી વિદ્રોહીઓ જહાજમાં હતા અને પાકિસ્તાની ક્રૂને, નીચે ઉતરતા અટકાવી રહ્યા હતા.”

નોંધનીય છે કે, ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ યમનમાં સક્રિય

છે અને લાલ સમુદ્રમાં, વારંવાર જહાજો અને યુદ્ધ જહાજોને નિશાન બનાવે છે.

હુતી લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ જૂનમાં

રેકોર્ડ કરેલા વિડિયો નિવેદનમાં કહ્યું હતું કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરવા અને આક્રમણ

કરવામાં ઈઝરાયલ સાથે જોડાશે, તો અમારા સશસ્ત્ર દળો લાલ સમુદ્રમાં તેના જહાજો અને યુદ્ધ

જહાજોને નિશાન બનાવશે. ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ શરૂ થયો ત્યારથી હુતી વિદ્રોહીઓએ

હમાસના સમર્થનમાં લાલ સમુદ્રમાં છાવણી નાખી છે. લાલ સમુદ્ર આંતરરાષ્ટ્રીય શિપિંગ

માટેનો મુખ્ય માર્ગ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande