નાણામંત્રી સીતારમણ, ત્રણ ઓક્ટોબરે કૌટિલ્ય આર્થિક સંમેલનનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ): કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, ત્રણ ઓક્ટોબરે તાજ પેલેસ ખાતે યોજાનાર ત્રણ દિવસીય કૌટિલ્ય આર્થિક સંમેલન (કેઈસી 2025) ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. નાણા મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણ
કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ): કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, ત્રણ ઓક્ટોબરે તાજ પેલેસ ખાતે યોજાનાર ત્રણ દિવસીય કૌટિલ્ય આર્થિક સંમેલન (કેઈસી 2025) ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

નાણા મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીતારમણ, 3-5 ઓક્ટોબર દરમિયાન અશાંત સમયમાં સમૃદ્ધિની શોધ થીમ પર યોજાનાર ચોથા કૌટિલ્ય આર્થિક સંમેલન (કેઈસી 2025)નું ઉદ્ઘાટન કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ૫ ઓક્ટોબરે ભારતની વિદેશ અને આર્થિક નીતિ પર ચર્ચા સાથે આ સંમેલનનું સમાપન કરશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કૌટિલ્ય આર્થિક સંમેલન 2025 માં સંચાર: ઉભરતી તકનીકો પર ચર્ચા સત્રની અધ્યક્ષતા કરશે. ખાસ લંચ સત્રોમાં સંચાર: ઉભરતી તકનીકો પર ભવિષ્યલક્ષી સત્રનો સમાવેશ થશે, જેમાં એઆઈ અને ડિજિટલ માળખાગત ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો ભાગ લેશે.

કેઈસી 2025, 3-5 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના તાજ પેલેસ ખાતે યોજાશે. આ પરિષદનું સમાપન પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાના અધ્યક્ષતામાં વૈશ્વિક મેક્રોઇકોનોમિક પ્રુડન્સ પર ઉચ્ચ-સ્તરીય પૂર્ણ બેઠક સાથે થશે, જ્યાં વરિષ્ઠ નીતિ નિર્માતાઓ અને અર્થશાસ્ત્રીઓ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અને નાણાકીય શાસનમાં જરૂરી સુધારાઓનું મૂલ્યાંકન કરવા માટે ભેગા થશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande