શાંઘાઈ,28 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા અહીં આયોજિત 10મા આયુર્વેદ દિવસની ઉજવણીમાં સ્વસ્થ જીવન માટે આયુર્વેદની જરૂરિયાત અને તેના વૈશ્વિક મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે પોતાના સ્વાગત પ્રવચનમાં આરોગ્ય અને સુખાકારી પર આયુર્વેદના સકારાત્મક પ્રભાવને પ્રકાશિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે આયુર્વેદને સ્વસ્થ જીવનનો માર્ગ ગણાવ્યો.
આયુર્વેદિક આચાર્ય ડૉ. અનિતા શર્માએ આયુર્વેદ દ્વારા સર્વાંગી ઉપચાર વિષય પર વ્યાપક વ્યાખ્યાન આપ્યું. કાર્યક્રમમાં સહભાગીઓને આયુર્વેદ વિશે વધુ જાણવા અને સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સર્વાંગી અભિગમ શોધવાની તક મળી.
હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સુનિલ નિગમ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ