યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદ આગ્રાથી ઝડપાયા
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.): દિલ્હી પોલીસે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીને ગઈ કાલે રાત્રે આગ્રાથી ઝડપ્યો છે. તેના પર આર્થિક રીતે નબળા વર્ગના (EWS) શિષ્યવૃત્તિ હેઠળ પિજીડીએમ અભ્યાસક્રમ કરી રહેલી વિદ્યાર્થીનીઓ સાથે યૌન શોષણ કરવાનો આર
યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદ આગ્રાથી ઝડપાયા


નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિ.સ.): દિલ્હી પોલીસે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીને ગઈ કાલે રાત્રે આગ્રાથી ઝડપ્યો છે. તેના પર આર્થિક રીતે નબળા વર્ગના (EWS) શિષ્યવૃત્તિ હેઠળ પિજીડીએમ અભ્યાસક્રમ કરી રહેલી વિદ્યાર્થીનીઓ સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે.

દક્ષિણ પશ્ચિમ જિલ્લાના પોલીસ ઉપાયુક્ત અમિત ગોયલે રવિવારે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ગઈ કાલે રાત્રે આગ્રાના એક હોટલમાંથી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને ઝડપી લીધો હતો. ટીમ આગ્રાથી દિલ્હીની તરફ રવાના થઈ ગઈ છે અને આજે દિવસ દરમિયાન સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને કોર્ટમાં હાજર કરાશે.

ઉલ્લેખનીય છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી પર વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે. આ કેસમાં ફરાર ચાલી રહેલા સ્વામીના ટ્રસ્ટ સાથે સંબંધિત 18 બેંક એકાઉન્ટ અને 28 ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. તેમાં અંદાજે આઠ કરોડ રૂપિયા હતા। આરોપીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છેm

હકીકતમાં, દિલ્હીના વસંત કુંજ સ્થિત એક આશ્રમની શાખાના ડિરેક્ટર સામે 15 થી વધુ વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ તેની સામે છેડછાડ અને યૌન શોષણના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં સંસ્થાનના એક એડમિનિસ્ટ્રેટરે ફરિયાદ કરી હતી કે EWS શિષ્યવૃત્તિ યોજના હેઠળ પિજીડીએમ અભ્યાસક્રમ કરતી વિદ્યાર્થિનીઓનું સ્વામી દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન 32 વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધાયા, જેમાંથી 17એ આરોપ મૂક્યો કે આરોપી દ્વારા અપમાનજનક ભાષા, અશ્લીલ વોટ્સએપ/એસએમએસ મેસેજ અને અનિચ્છનીય શારીરિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સંકાય/એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત મહિલાઓએ પણ તેમને આરોપીની માંગણીઓ પૂરી કરવા માટે ઉશ્કેર્યા અને દબાણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વિની / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande