પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના કુતિયાણા ગામે પંચેશ્વરી ચોક પાસેની ગલીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને 10,250 ની મત્તા સાથે પકડી લેવાયા છે જ્યારે બે જુગારીઓ નાસી ગયા હતા. કુતિયાણા પોલીસને એવી બાતમી મળી હતી કે પંચેશ્વરી ચોક પાસેની ગલીમાં કેટલાક ઇસમો ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા છે આથી પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમી રહેલા મનીષ દિલીપ ચૌહાણ, નયન જગદીશ પરમાર, વિપુલ રાજુ પરમાર અને રોહિત રમેશ મકવાણા ની 10,250 ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમ્યાન શૈલેષ રમેશ પરમાર અને ધર્મેશ પોપટ રાઠોડ નાસી ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya