પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ શહેરના અધાર દરવાજા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખેલા 493.5 ગ્રામ ગાંજાની સાથે એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે. પાટણ એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટીસરા ઉંચી શેરી સામે રહેતા જયેશકુમાર ઉર્ફે લાલો શાંતિલાલ નાથાલાલ પરમાર પોતાના રહેણાંક સ્થળેથી આ ગાંજાની જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. પાટણ પોલીસે તેમની ઘર તપાસ દરમ્યાન આ પદાર્થ જપ્ત કર્યો હતો.
જપ્ત કરાયેલા 493.5 ગ્રામ ગાંજાની બજાર કિંમત રૂ. 4935 થયેલી છે. આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(c), 22(a) અને 20(b)(ii)(a) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ