પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના બોખીરામાં આવેલા કે.કે.નગર વિસ્તારમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું છે જેમાં ચાર મહિલા સહિત સાત ઈસમો પાસેથી 89,700ની રોકડ મળી હતી. બોખીરા ના કે. કે.નગરમાં રહેતી સંતોક પોપટ બોખીરીયા નાની 36 વર્ષની મહિલાએ પોતાના કબજા વાળા મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને જુગારનો અખાડો શરૂ કર્યો છે તેવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારધામ ચલાવનારી સંતોક બોખીરીયા ઉપરાંત આંત્રોલી ગામની ભરમી પોપટ કડછા, બોખીરા ના ચોરા પાસે રહેતી લાખી ઉર્ફે લીલુ સામત મોઢવાડિયા, ગોરસર ગામની રાણી ભૂરા કડછા, પોરબંદરના ઝુંડાળા શેરી નંબર પાંચમાં રહેતા પરબત સરમણ ઓડેદરા, આંત્રોલી ગામના રામદે પોપટ કડછા અને કડછ ગામના નાગા ભોજા કડછા મળી આવ્યા હતા.તેઓની પાસેથી 89,700 જેવી મોટી રોકડ પણ મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya