મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા-અમદાવાદ હાઇવે પર બાલીયાસણ પાટિયા નજીક એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત બાદ ટક્કર મારનાર વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.
સ્થાનિક લોકોએ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. મૃતકની ઓળખ કરી પરિવારજનોને જાણ કરવામાં આવી. આ દુર્ઘટના પછી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાલીયાસણ પોલીસ દ્વારા અકસ્માત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાઇવે પર વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અનુરોધ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર હાઇવે સુરક્ષાનો પ્રશ્ન ઊભો કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR