મહેસાણામાં 6 ઑક્ટોબરે રોજગાર ભરતીમેળો, 30 જેટલા નોકરીદાતાઓ હાજર
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિશાળ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળો તા. 6 ઑક્ટોબર 2025ના રોજ સવારે 10 વાગ્યે ઉત્કર્ષ એજ્યુ
મહેસાણામાં 6 ઑક્ટોબરે રોજગાર ભરતીમેળો, 30 જેટલા નોકરીદાતાઓ હાજર


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિશાળ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળો તા. 6 ઑક્ટોબર 2025ના રોજ સવારે 10 વાગ્યે ઉત્કર્ષ એજ્યુકેશન કેમ્પસ, પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ, મહેસાણા-ઊંઝા હાઈવે, મુ.મોટીદાઉ ખાતે યોજાશે.

આ ભરતીમેળામાં આશરે 30 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ભાગ લેશે. ઉમેદવારોમાં ધોરણ 10, 12, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ (બી.એ., બી.કોમ., બી.ફાર્મ., બી.ઈ., એમ.એસ.ડબલ્યુ., બી.એસ.સી. ફૂડ ટેકનોલોજી, બી.એસ.સી. એગ્રીકલ્ચર) જેવી લાયકાત ધરાવતા 18 થી 40 વર્ષની વય મર્યાદાવાળા ઉમેદવારો આ ભરતીમેળામાં જોડાઈ શકશે. ઉમેદવારોને પોતાની શૈક્ષણિક માર્કશીટ, સર્ટિફિકેટ્સ તેમજ બાયોડેટાની જરૂરી નકલો સાથે આવવાનું રહેશે. નોંધણી માટે ઓનલાઈન લિંક https://forms.gie/erRRB6Z3ofQVHq6d7 ઉપલબ્ધ છે.

જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, ભરતીમેળા દ્વારા ખાનગી ક્ષેત્રમાં વધુ યુવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. જોકે, આ ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ ઉપલબ્ધ નથી. આ ભરતીમેળો યુવાનો માટે રોજગારી મેળવવાનો મહત્વનો અવસર સાબિત થવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande