ડો.ભરત બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડામાં તાલુકા કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયેલ
ગીર સોમનાથ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ ગિરસોમનાથ જિલ્લાના ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરી ગીરસોમનાથ માર્ગદર્શિત ગગન એસ.વી.એસ. સુત્રાપાડા તાલુકા આયોજિત ગણ
સુત્રાપાડામાં તાલુકા કક્ષાનો માધ્યમિક


ગીર સોમનાથ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ ગિરસોમનાથ જિલ્લાના ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરી ગીરસોમનાથ માર્ગદર્શિત ગગન એસ.વી.એસ. સુત્રાપાડા તાલુકા આયોજિત ગણિત-પર્યાવરણ પ્રદર્શન -2025નો શુભારંભ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને ડો ભરત બારડ શૈક્ષણિક સંકુલના આધ્યા સ્થાપક જશા બારડ ના વરદ હસ્તે કરવામાં આવેલ. જેમાં સુત્રાપાડા તાલુકા અને શહેરમાંથી 27 શાળાઓની 27 કૃતિઓ બાળવૈજ્ઞાનિકોએ તૈયાર કરી અને તેઓના માર્ગદર્શક શિક્ષક સાથે કૃતિઓ રજૂ કરેલ હતી.

તાલુકા કક્ષાએ પસંદગી પામેલ કૃતિઓ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે જણાવેલ કે, આ પ્રકારના વિજ્ઞાન મેળા થી બાળકોમાં રહેલી વિજ્ઞાન પ્રત્યેની સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને વિશ્વ કક્ષાએ તેઓ દેશનું નામ પોતાની કૃતિઓથી રોશન કરે છે. બાળકો અને વિજ્ઞાન અને ટેકનૉલોજિનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. જેના ઉદાહરણ સ્વરૂપે ડો વિક્રમભાઈ સારાભાઇ, ડો અબ્દુલ કલામ, કલ્પના ચાવડા, સુનિતા વિલિયમ્સ, શુભમ શુક્લ જેઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં પણ વિશ્વ કક્ષાએ દેશનું નામ રોશન કરેલ છે. તેમ જણાવેલ હતું.

આ અવસરે વિધ્યાર્થીઓની કૃતિઓનું પ્રદર્શન નિહાળી હાજર તમામ અભિભૂત થયેલ હતા. આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ સાથે સુત્રાપાડા નાયબ મામલતદાર મમતાબેન બારડ, ગીરસોમનાથ જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપ બારડ, સુત્રાપાડા પોલીસ પી.આઈ. લોહ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ મનહર બારડ, ઉપપ્રમુખ નરેશભાઈ કામળીયા, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરિ, મહામંત્રી સિદ્ધરાજસિંહ રાઠોડ, કાળા બારડ, જેસિંગબારડ, શાળાના આચાર્ય જોશી કન્યાશાળાના આચાર્ય દિનેશ બારડ, બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમજ તેઓના માર્ગદર્શક શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યકમ નું સંચાલન ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ના વ્યાયામ શિક્ષક પિયુષભાઈ કાછેલા દ્રારા કરવા માં આવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande